વાવ- થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતેથી સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેળામાં આયોજિત સખી મંડળોના સ્ટોલોની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓને નિહાળી હતી. તેમજ સખી મંડળોની બહેનો સાથે સંવાદ કરીને તેમના વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ બહેનોને આર્થિક રીતે પગભર બનવા, સ્વરોજગાર વધારવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









