થરાદ તાલુકાના કરબુણ પ્રાથમિક શાળાની નવતર પહેલઃ ક્કમારે પણ IAS બનવું છેક્ર અભિયાન દ્વારા બાળકોના સપનાને પાંખો મળી. જ્યારે ગામડાની માટીમાં ઉછરતા બાળકો આકાશને આંબવાના સપના જુએ છે, ત્યારે જ સાચું શિક્ષણ સાર્થક થાય છે. વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર જે એસ. પ્રજાપતિની દુરંદેશી વિચારધારા UPSC લક્ષ્યવેધશ્ અને શ્વાવ-થરાદ માર્ગદર્શકશ્ કાર્યક્રમથી પ્રેરિત થઈને, કરબુણ પ્રાથમિક શાળાએ એક અનોખો શૈક્ષણિક દીપ પ્રગટાવ્યો છે.
થરાદ તાલુકાની કરબુણ શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મારે પણ IAS બનવું છે. નામની એક વિશેષ સ્વપ્નિલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના બાળકોમાં વહીવટી સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે. પહેલની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક વાઘેલા ડુંગરસિંહ આ યોજનાના સંયોજક તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓએ જનરલ નોલેજ પર ભાર મૂકતા બાળકોને બેઝિક જનરલ નોલેજની પુસ્તિકાઓ આપવામાં આવી છે, જે તેમના જ્ઞાનના ક્ષિતિજોને વિસ્તૃત કરી રહી છે.શાળાના નોટિસ બોર્ડ પર દરરોજ જ્ઞાનવર્ધક પ્રશ્નો મૂકવામાં આવે છે, જે બાળકોના મનમાં જિજ્ઞાસાની ચિંગારી જગાવે છે.આ માત્ર પરીક્ષાની તૈયારી નથી, પરંતુ બાળકોને હું કોણ છું અને શું બની શકું તે દિશામાં વિચારતા કરવાની એક પ્રક્રિયા છે. શાળાના આચાર્યએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે કરબુણની શાળામાં જે સપનાઓ કાગળ પર લખાઈ રહ્યા છે, તે આવનારા સમયમાં દેશના વહીવટી તંત્રમાં સહી કરતા જોવા મળશે. આ નાનકડું બીજ ભવિષ્યમાં જ્ઞાન અને આત્મવિશ્વાસનું વટવૃક્ષ બનશે.ગામડાના અંતરિયાળ વિસ્તારમાં શરૂ થયેલી આ શૈક્ષણિક ક્રાંતિની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.










