વાવ થરાદ જિલ્લામાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત પેરોલ ર્ફ્લો સ્કોડને મોટી સફ્ળતા મળી છે. વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને આખરે ઝડપી લેવામાં આવ્યો છે.


વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇ.પી.કો કલમ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદ ગંગારામભાઈ પટેલ ઉં.વ. 33, રહે. દુધવા, તા. સુઈગામ વિરૂધ્ધ ગુનો નોંધાયો ત્યારથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના સૂચના હેઠળ પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી હાલ સુઈગામ તાલુકાના દુધવા ગામે છુપાયેલો છે. જે બાતમી અને ટેકનિકલ સહાયના આધારે પેરોલ ર્ફ્લો સ્કોડે ત્વરિત કાર્યવાહી કરી દુધવા ખાતેથી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી અરવિંદ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીનો કબજો આગળની તપાસ અને કાયદાકીય પ્રોસેસ માટે વાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: