વાવ-થરાદ નવનિયુક્ત જિલ્લાની SOG પોલીસ ટીમ દ્વારા વર્તમાન સમય નશીલી અને હાનિકારક દવાઓનું વેચાણ અંતગર્ત કાર્યવાહી કરતા કેટલાય મેડિકલ સ્ટોર્સ ના માલિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે જેમાં બુધવારે મોડી સાંજે એસ ઓ જી પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર હાઈવે વિસ્તાર પર એક મેડિકલ માંથી રેડ દરમિયાન અધતન પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મળી આવતા પોલીસે દવાનો જથ્થો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.


વાવ થરાદ જિલ્લાની એસ ઓ જી ની ટીમ બુધવારે મોડી સાંજે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં ખાનગી બાતમી ના આધારે ચામુંડા મેડિકલ સ્ટોર્સ & પોવિઝન માં એકાએક પોલીસ ટીમ દ્વારા રેડ ની કાર્યવાહી કરાઈ હતી જેમાં મેડિકલ સ્ટોર્સ માંથી ચરસ સંબંધિત પ્રતિબંધિત દવાઓ નો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં કુલ અલગ અલગ સાત પ્રકાર ની ટેબ્લેટનો જથ્થો કુલ નંગ 3,459 કિંમત રૂપિયા 13,83,600 નો બિલ વગરનો માલ મળી આવતા SOG પોલીસે મેડિકલ સ્ટોર્સ ના માલિક નિરવકુમાર ચંદ્રેશભાઇ ઠક્કર રહે. દિયોદરવાળાને ઝડપી લઇ કુલ 1,43,600 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: