ટ્રેન નંબર 09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 જાન્યુઆરી, 2026થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે પ્રાતઃ 04.55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી 26 જાન્યુઆરી, 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે.


સ્પેશિયલ ટ્રેનની વિગત આ પ્રમાણે છે

01-ટ્રેન નંબર 09018/09017 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ

ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2026થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી 25 જાન્યુઆરી, 01 ફેબ્રુઆરી, 08 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે.

02-આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચો રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટોની બુકિંગ 22.01.2026 (ગુરુવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઈને અવલોકન કરી શકે છે.


આ પણ વાંચો : Dwarkaના ખંભાળીયમાં કાર અને રીક્ષા વચ્ચે સર્જાયયો અકસ્માત, જુઓ Video


  • Follow us on: