વેરાવળમાં વર્ષ 2019માં બનેલી અત્યંત સંવેદનશીલ અને ચકચારી હત્યા-લૂંટની ઘટનામાં આજે ન્યાયતંત્રએ દાખલારૂપ ચુકાદો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ગીર સોમનાથ પોલીસની સઘન તપાસ અને કાયદાકીય લડતને પરિણામે આખરે ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો છે.
વેરાવળ હત્યા-લૂંટ કેસમાં આરોપીને આજીવન કેદ
વર્ષ 2019માં આરોપીએ લૂંટના ઈરાદે કારની અંદર એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી મૃતક પાસે રહેલા કિંમતી સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો. પાપ છુપાવવા માટે આરોપીએ મૃતદેહને સોમનાથ હાઈવે પાસે ફેંકી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
