ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટાવરચોક ખાતે અને આપ દ્વારા બસસ્ટેન્ડ પાસે દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનના સમર્થનમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સૂત્રોચાર અને બેનરો સાથે વિરોધ કરવા પહોંચેલ કોંગ્રેસના 62 કાર્યકરો આગેવાનોની અટકાયત કરી હતી તે જ રીતે આપના કાર્યકરો દ્વારા બસસ્ટેન્ડ ખાતે સુત્રોચસર કરતા 24 આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો દ્વારા ટાવર ચોકથી રેલી યોજી દિલ્હીમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કરવા પહોંચેલ તમામ આગેવાનો અને કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર જે બર્બરતા કરવામાં આવી છે તે ખૂબ જ નિંદનીય છે અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષણ મંત્રીના રાજીનામાની જરૂર છે તેવું ઉચ્ચાર્યું હતું. આ તકે જિલ્લા મહામંત્રી રાકેશ ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક ખોરાબા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બામરોટિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
