વિસાવદર ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકબોલાવવામાં આવે છે પણ માત્ર કહેવાતા આગેવાનોની હાજરીથી પોલીસ આધિકારીઓ ખુશ થઈ જાય છે. આ બેઠકમા ચા -પાણી પી ને ફોટો સેશન કરી આગેવાનો ચાલ્યાં જાય છે. આ બેઠકમા આગેવાનો દ્વારા કોઈ જાતની રજૂઆત હોતી નથી. માત્ર પોલીસની વાહવાહી કરવામા આવે છે.
બેઠકમા વિસાવદર પોલીસની કામગીરી અને લોકોને પડતી તકલીફ્ માટે તેમજ ખાસ કરીને હિન્દૂ-મુસ્લિમ તહેવારોમા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવતી હોય છે. પરંતુ તહેવારોમા લોકોને તકલીફ્ ન પડે એવું અધિકારીઓ દ્વારા સૂચન કરી દેવામાં આવે છે અને આગેવાનો દ્વારા આધિકારીઓની હા..હા..મા હા કરી ચાલ્યા જાય છે. બેઠકમા ઘણા સમાજના આગેવાનોની બહોળી હાજરી હોય છે.










