સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં PM મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત સેવાભાવ, આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીના ઉદ્દેશ સાથે વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ સેવાકીય અભિયાનના ભાગરૂપે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિ.અને તેની સંલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં 629 બોટલ રક્તદાન એકત્રિત કરાયું હતું.આ પ્રસંગે નૂતન જનરલ હોસ્પિટલ,વિસનગર ખાતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ એ.આઈ-સંકલિત કાર્ડિયાક સી.ટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીની સંલગ્ન મેડિકલ,આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી કોલેજો દ્વારા વિસનગર તાલુકાના 25 થી વધુ ગામડાંઓમાં નિઃશુલ્ક સર્વાંગી આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દાંત,આંખોની તપાસ સહિત વિવિધ આરોગ્યલક્ષી તપાસ અને સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.નૂતન જનરલ હોસ્પિટલ ખાતે PM મોદીના જન્મદિવસ નિમિત્તે 76 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સની પ્રાથમિક તપાસ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી તપાસ સહિત સેવા ઓ પૂરી પાડવામાં આવી હતી. સેવાની સાથે સ્વચ્છતા અને સામાજિક જાગૃતિનો સંદેશ વધુ વ્યાપક બને તે હેતુથી સ્વચ્છ કેમ્પસ અભિયાન,ડિબેટ સ્પર્ધા,પોસ્ટર પ્રેજન્ટેશન તથા રંગોળી સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું.જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા સેવા અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર કેમ્પસમાં સ્વચ્છ કેમ્પસ, સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો