વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસના રૂનો ભાવ સારો મળવાથી ખેડૂતો કપાસ વેચવા વહેલી સવારથી ગાડીઓની લાઈનો લગાવે છે.જેમાં 23મી ને સોમવારે મણનો ભાવ 1600 થી 1882 પડયો હતો,જેમાં 9785 મણ કપાસની આવક થઈ હતી.તેમજ 25મી ને બુધવારે રૂના મણનો ભાવ 1600 થી 1878 રહ્યો હતો.જેમાં 13344 મણ કપાસની આવક થઈ હતી અને 26મી ને ગુરૂવારના રોજ 1550 થી 1855 કપાસના રૂના મણનો ભાવ પડયો હતો,જેમાં 10364 મણ કપાસના રૂની આવક નોંધાઈ હતી.તેવું એ.પી.એમ.સીના ચેરમેન ડૉ.જ્યંતિભાઈ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો