વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ મોદીનું પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યકરો અને આગેવાનોને પ્રાપ્ત થયું હતું. ભારતીય જનતા પાર્ટીની સાચી તાકાત તેના નિષ્ઠાવાન, પરિશ્રમી અને સમર્પિત કાર્યકરો છે. આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે પૂરતું ન રહેતાં સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવી જનસેવાના સંકલ્પને નવી ઊંચાઈએ લઈ જવાનો અવસર બન્યો હતો. વડાપ્રધાનના પ્રેરક માર્ગદર્શનથી ક્કસેવા હી સંગઠનક્રના મંત્રને આત્મસાત કરી બુથથી લઈને ઘર સુધી જનસેવા, સુશાસન અને વિકાસનો સંદેશ પહોંચાડવા તેમજ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ દૃઢ બન્યો હતો. આ પ્રસંગેકેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડૉ. જયંતિભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ઈન્દ્રવદન કે. પટેલ, નગરપાલિકાના પ્રમુખ આશાબેન પટેલ, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો