વિસનગર નગરપાલિકા ગૌરવ પથ ઉપર છેલ્લા છ મહિનાથી રોડનું પહોળું કરવાનું કામ ચાલે છે, જે નવિન રોડ બન્યો નથી.જેમાં પાલિકાએ પાલિકાની નવિન પાણીની પાઈપલાઈન નાંખી છે. જે રાત્રિના અચાનક પાઈપ ફાટી જતા પાણીનો વેડફાટ થયા છે. જેના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયાં છે. નગરપાલિકાના માણસો ગુરૂવારે રીપેરીંગનું કામ હાથ ધર્યું છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે. વિસનગરના ડોસાભાઈ બાગમાંથી પાણીની લાઈન ગૌરવપથ, સ્ટેશન રોડ, એમ.એન.કોલેજ, જી.ડી. હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં આવેલી 70થી વધુ સોસાયટીમાં પાણીનું વિતરણ થાય છે. આ વિસ્તારોમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે જે સારું પાલિકાએ એક મહિના પહેલાં પાણીની પાઈપલાઈન નાંખી છે. જેમાં રાત્રિના સુમારે અચાનક પાણીના પાઈપલાઈન ફાટતા નગરપાલિકાના માણસો પાણી રીપેરીંગ કરવા આવ્યા હતા. છતા પણ ગુરૂવારે પાણીની પાઈપમાંથી પાણી લીકેજ થતાં આ પાઈપલાઈન તૂટી જતાં કામની ગુણવત્તા તેમજ આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવું લોકોની માંગણીનો સૂર ઉઠવા પામ્યો છે. જેમાં આ બાબતે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું છે કે, ચિરાગ હોટલ આગળની પાણીની લાઈન રીપેરીંગ થઈ ગઈ છે.

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે









