વિસનગર નગરપાલિકાએ રોડ ઉપર રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી છે.જેમાં બુધવારે રાત્રિના પાલિકાના એજન્સીના માણસો દ્વારા ગૌરવપથ રોડ,એમ.એન.કોલેજ રોડ,કમાણા ચાર રસ્તાથી સવાલા દરવાજા સુધી રાત્રિના રોડ ઉપર રખડતાં 40 ઢોર પકડીને વિસનગર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે.જેમાં ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અગાઉ 32 ઢોર પકડયા હતા.જ્યારે ગતરાત્રિના 40 ઢોર પકડયા છે.જેમાં પકડાયેલ ઢોરના માલિક પાસેથી પાંચ હજાર દંડ વસૂલ કરવામાં આવશે. જે પાંચ હજાર નગરપાલિકામાં જમા કરાવ્યા બાદ પાંજરાપોળમાં પાવતી બતાવ્યા બાંહેધરી લઈ છોડવામાં આવશે. તેમજ એ જ ઢોરને પાંજરાપોળમાં ટેગ લગાવવામાં આવશે. જે બીજીવાર પાલિકાના માણસો પકડશે, તેના માલિક સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









