વિસનગરમાં ગત 15 નવેમ્બરની રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહેલા વેપારીને મહેસાણા ચોકડી પાસે પંચરત્ન સોસાયટીના ગેટ આગળ કાળા રંગની સ્કોર્પિયો ગાડીની ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત અમિતભાઈ પટેલ મહેસાણા ખાતે સારવાર હેઠળ છે. આ બનાવ અંગે તેમના ભાઈ સુધીરભાઈ બાબુભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવની તપાસ દરમિયાન વિસનગર શહેર પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારનાં CCTVફૂટેજ તપાસ્યાં હતાં. જેમાં શંકાસ્પદ મોટરસાઇકલ ચાલક ઉત્સવ રાયચંદજી ચુનાજી ઠાકોરને ઝડપી લઈ પૂછપરછ કરતાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ચિત્તકુમાર દિનેશભાઈ સથવારાના પિતાનો એક વર્ષ જૂનો કેસ ચાલતો હોવાથી તેની અદાવત રાખી અમિત પટેલને ટક્કર મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ગત 15 નવેમ્બરની રાત્રે કાળા રંગની સ્કોર્પિયો કારથી અમિત પટેલની એક્ટિવાને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવીહતી. આ મામલે પોલીસે ચિત્તકુમારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત, બનાવ પહેલાં રેકી કરવામાં ઠાકોર સુનિલજી ઉર્ફે ડેની મંગાજી (રહે. યમુના પાર્ક)ની સંડોવણી સામે આવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આર.કે. પાટીલ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો