કીમ : માંગરોળનાં વાંકલ ગામે આગામી સમયમાં યોજાનારી સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુલક્ષીને આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત ડીવાયએસપી બી.કે.વનારે સ્થાનિક વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. માંગરોળ અને ઉમરપાડા જેવા વિસ્તારોનાં શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવા અને યોગ્ય દિશા મળી રહે તેવા ઉમદા હેતુથી ડીવાયએસપી બી.કે.વનાર દ્વારા વાંકલમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનાં ક્લાસીસનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વાડી ખાતે પણ આવા જ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા. આગામી બેથી ત્રણ દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ સહિતની વિવિધ સરકારી નોકરીઓ માટેની મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે. આ પરીક્ષા પૂર્વે ડીવાયએસપીએ વાંકલ ખાતે કાર્યરત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના ક્લાસમાં વિદ્યાર્થીઆની મુલાકાત લઈ સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે માંગરોળનાં પીઆઇ પી.એમ.દેસાઇ, તાલુકા પંચાયત સભ્ય ઊજાસ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ડો.યુવરાજસિંહ સોનારીયા તેમજ વાંકલ ગ્રામ પંચાયતનાં સભ્ય અને સરપંચનાં પ્રતિનિધિ ઠાકોરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો