વ્યારા : નિઝરના ભીલજાંબોલી ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભીલજાંબોલી, ગામડી અને ગુજ્જરપુર ગામોની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં નિઝર કોલેજના આચાર્ય ડૉ.અનિલભાઇ ગામીતના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ, ચોકલેટ તથા અન્ય ચીજવસ્તુઓ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. શાળામાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયેલ બાળકોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો, શિક્ષકો, વાલીઓ, ગામના સરપંચ, વડીલો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ પણ કર્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: