વ્યારા : વ્યારા તાલુકાની પ્રાથમિક શાળા ડોલારા ખાતે રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જયાં ગામના સંગીતાબેન ગામીત દીકરાને લઇ શાળાના આંગણે પહોંચ્યા હતા. જ્યાં કમલેશભાઇ પટેલની નજર મા-દીકરાની આ લાગણીસભર ક્ષણ પર પડી હતી. મંત્રીએ બાળક અને માતા પાસે પહોંચી એક વડીલની જેમ પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું બહેન, ચિંતા ન કરશો.. દીકરાને ખૂબ ભણાવજો, શિક્ષણ જ તેના જીવનને નવી દિશા આપશે, તમારું અને દેશનું નામ રોશન કરશે. ત્યારબાદ મંત્રીએ બાળકને યુનિફોર્મ, સ્કૂલ બેગ અર્પણ કરી સુખડી khwavi મોં મીઠું કરાવી, માથા પર હાથ મુકી ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શિવાદ આપ્યા હતા.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









