નિઝરના સુમુલ શીત કેન્દ્રમાંથી અંદાજીત 12 ફૂટ લાંબા અજગર ઘુસી જતા તેનું સફળતાપુર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નિઝર તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા સુમુલ શીત કેન્દ્રમાં અજગર હોવાની જાણ થતા જ ગભરાટ વ્યાપ્યો હતો. આ અંગે નિઝરના કોઠલી ગામના સ્નેક રેસ્ક્યુઅર વિશાલ પાડવીને જાણ કરતા તેઓએ સ્થળ ઉપર પહોંચી સાવચેતીપૂર્વક અજગરનું સુરક્ષિત રેસ્કયુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલ રોક પાયથનનું વજન આશરે 12 કિલો અને લંબાજી અંદાજીત 12 ફૂટ હોવાનું જણાવ્યું હતું. વન વિભાગની ટાવલી રેન્જને અજગર સોંપવામાં આવ્યો હતો.
