નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના ભાવિક ભક્તો દ્વારા સાતપુડા પર્વતમાળાની ગિરીશિખર ઉપર અસ્તંબા ઋષિના સ્થાનક ઉપર પહોંચવા પદયાત્રા શરૂ કરી દીધી છે, જેઓ માટે કેટલાંક સેવાભાવીઓ દ્વારા રસ્તાઓમાં વિસામા માટે મંડપ તથા ચા-નાસ્તા, પાણીની વ્યવસ્થા ગોઠવી છે.
સદીઓ પહેલા સાતપુડા પર્વતમાળાની ગિરીશિખર ઉપર તે સમયે યુધ્ધમાં કૌરવોની હાર થઇ હતી તેમાં દ્રોણાચાર્યો ઋષિના પુત્ર અસવાત્થામાંને કૃષ્ણ ભગવાને શ્રાપ આપ્યો હતો કે તારું જીવન અમર તો રહેશે પણ પહાડોની ગુફા અને તપ તથા ગરીબ, દિન-દુઃખિયાની સેવામાં વીતશે, ત્યારથી અસ્તંબા ગિરીમાળા ઉપર બિરાજમાન થઇ તળેટીના ગામડાના લોકોની સેવા કરતા હોવાની માન્યતા છે. ત્યારથી આસપાસના રાજયોના લોકો વર્ષોથી અસ્તંબા ઋષિની ઉપવાસના કરતા આવ્યા છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાવિક ભક્તો એમના દર્શન માટે સવા માસનો ઉપવાસ કરી પોતપોતાના વતનથી ચાલતા સાતપુડા પર્વતના ઉંચામાં ઉંચા શિખર ઉપર પહોંચી અસ્તંબા ઋષિના દર્શન કરે છે, ઋષિ ખાઇમાં હોવાથી લાંબા વાંસથી તેમને ચાંદલો કરવો પડતો હોવાની ભાવિક ભક્તોની માન્યતા છે. અસ્તંબા ઋષિ એ અહીંના વિસ્તારના સ્થાનિક ભાષામાં લોકો દ્ધારા અપાયેલ નામ છે પરંતુ વર્ષો પહેલા જેમનું નામ અસ્વતથામાં હોવાનું પણ કહેવાય છે. તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાંથી પણ ભાવિક ભકતો જુદીજુદી ટીમ બનાવીને પ્રથમ ગામની બહાર ખુલ્લી જગ્યામાં પડાવ નાંખી સવા માસ સુધી ઉપાસના કર્યા બાદ આજરોજથી પદયાત્રામાં જોડાયા હતા. ભક્તોના જણાવ્યા મુજબ ઋષિના દર્શન કર્યા પછી ઘરોમાં, ગામોમાં શાંતિ બની રહે છે, ખેતીવાડીની ઉપજમાં વધારો તેમજ યુવાનો કુટેવોમાંથી છુટકારો મેળવે છે, પદયાત્રા જે રસ્તેથી જાય છે તે રસ્તેથી પરત પાછા આવી શકાતું નથી, ભાવિક ભક્તો માટે કુકરમુંડાના ગાડિત ગામના એસ.જી.એમ.ગૃપના નવયુવાન મિત્ર મંડળે વિસામા માટે મંડપ, ચા-નાસ્તાની વ્યવસ્થા સ્વખર્ચે ઉપાડી છે,
