નિઝરની શ્રી એસ.જી.પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે.દેસાઇ કોમર્સ કોલેજ નિઝર ખાતે નશાના દૂષણ સામે જનજાગૃતિ કેળવવા અને યુવા પેઢીને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. અનિલ એલ.ગામીતના માર્ગદર્શન હેઠળ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.નીતિન પી. પટેલ, ડો. નિશાબેન આઇ. પટેલના માર્ગદર્શનથી આયોજિત કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય તરફથી બી.કે.ભારતી દીદી અને બી.કે.રેખાદીદી વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશાના ભયાનક દૂષણોથી માહિતગાર કરી નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. કોલેજ સ્ટાફ તથા 150 જેટલા વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો