વ્યારાના બાહુબલી ગરબા મહોત્સવમાં ગેરકાયદે ઘુસેલા એક શંકાસ્પદ મુસ્લિમ યુવકને કોઇપણ તપાસ વિના છોડી મુકવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યારા વિભાગના ડીવાયએસપી નરવડે વિરુદ્ધ પગલાં લેવા અને યુવકની ધરપકડ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનમાં આક્ષેપ કરાયો હતો કે, 19 ઓકટોબરની મોડી રાત્રે વ્યારામાં નવરાત્રિના પંડાલમાંથી શંકાસ્પદ વિધર્મી યુવક જોવા મળ્યો હતો, જેની પુછપરછ કરવાને બદલે ડીવાયએસપી નરવડેએ તેનો પક્ષ લઇ કાર્યકરોને ધમકાવી તેને ભગાડી મુક્યો હતો. સંગઠને ચેતવણી આપી છે કે જો લવ જેહાદ જેવી કોઇ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપુર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે, સાથે જ આયોજકો દ્વારા ભીડ ભેગી કરી લોકોનો જીવ પણ જોખમમાં મુક્વામાં આવ્યો હતો. ગ્રાઉન્ડની ક્ષમતા કરતા વધુ ભીડ ભેગી કરાતા લોકોને શ્વાસ લેવા સહિતની તકલીફ પડે છે. ત્યારે બેજવાબદાર આયોજકો સામે પણ પગલા લેવાવા જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો