વ્યારા : વ્યારા સુગર મિલના શેરડીના બાકી નાણાં ચુકવવા અંગે વિતેલા દિવસોમાં રજુઆત થયા બાદ કોઇ નિરાકરણ ન આવતા સભાસદો તથા કેટલાંક અગ્રણીઓએ ધરણાં પ્રદર્શન શરૂ કરી લડત ચાલુ રાખી છે. આજરોજ સેવા સદનના ગેટ બહાર ખેડૂતોએ સહકારી અગ્રણી તેમજ વ્યારા સુગરના ચેરમેન એવા માનસિંગ પટેલના પૂતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ એસટી મોરચાના ઉપાધ્યક્ષ ધવલ ચૌધરી, માજી ઉપપ્રમુખ જિ. પં. સહિત ભાજપના આગેવાનો પણ જોડાતા રાજકીય માહોલ ગરમાયો હતો. ખેડુતોએ બાકી નાણાં તાત્કાલિક નહીં ચૂકવાય તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન કરવાની અને તમામ ડિરેકટરોના ઘરે ઘરણાં કરવા જેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો