વ્યારા : નિઝર પોલીસને મુબારકપુર ગામના બે ઇસમો પ્લાસ્ટિકની બેગમાં પાણીની મોટર તથા બેટરી રાખી નંદુરબાર ખાતે વેચવા નીકળ્યા હોની બાતમી મળી હતી. જેથી પોલીસે એપીએમસી માર્કેટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી મુબારકપુર ગામ તરફથી આવતા ઇસમોને અટકાવી તેમની બેગમાં તપાસ કરતા તેમજ પુછપરછ કરતા બંને ઇસમો અજયભાઇ કાંતિલાલ ઠાકરે(ઉં.વ.28) તથા યોગેશભાઇ ભાવુભાઇ મોરે(ઉં.વ.27)એ બેટરી તથા મોટરો મુબારકપુર ગામથી ચોરેલી હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેમની પાસેથી પાણીની મોટર નંગ-2 રૂ.13,000 તથા એમરોન તથા એક્ષાઇડ કંપનીની બેટરી નંગ-2 રૂ.16000નો મુદ્દામાલ કબજે લીધો હતો.
