વ્યારાની ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને શ્રીમતી જે.કે.શાહ અને શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ ખાતે સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.એસ.એસ.સ્પોર્ટ્સ તથા એન.સી.સી.ના સ્વયંસેવકો તથા કોલેજ પરિવારે ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડો.હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાષ્ટ્રીય એકતા દોડમાં એનસીસીના વિદ્યાર્થીઓ તથા કોલેજ પરિવારે ભાગ લીધો હતો. ત્યારબાદ વ્યારા કોલેજનો રાષ્ટ્રીય સેવા યોજનાનો એનએસએસ વાર્ષિક શિબિર વિનોબા આશ્રમશાળા ગડત, તા.ડોલવણ ખાતે રાખવામાં આવેલ ત્યાં પણ રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સરદાર પટેલે વિવિધ ક્ષેત્રે આપેલ યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા યોજાતા જેમાં પ્રથમક્રમે ગામીત પૂજા પી., બીજાક્રમે ગામીત સુહાનીકુમારી, તૃતીયક્રમે ચૌધરી જીયા પી. વિજેતા બન્યા હતા. આ સાથે રેલી અને અન્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો