મોટાભાગના જિલ્લામાં તાપમાન 1- 2 ડિગ્રી ઉચકાયું છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે, આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે, ડિસેમ્બર મહિનાથી ઠંડીમાં વધારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે 4 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું

અમદાવાદમાં 20.4, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી, વડોદરામાં 18.6 ડિગ્રી, ડીસામાં 20.8 ડિગ્રી, સુરતમાં 21.8 ડિગ્રી, દમણમાં 21 ડિગ્રી, ભુજમાં 16.6 ડિગ્રી, કંડલામાં 18.5 ડિગ્રી, રાજકોટમાં 18.6 ડિગ્રી, દીવમાં 19.6 ડિગ્રી, મહુવામાં 18.7 ડિગ્રી, કેશોદમાં 18.8 ડિગ્રી, પોરબંદરમાં 21, સુરેન્દ્રનગરમાં 20.8 ડિગ્રી, ભાવનગરમાં 20.6, વેરાવળમાં 22.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દિત્વાહ ચક્રવાત દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું

દિત્વાહ ચક્રવાતને લઈ 47 ફ્લાઇટ્સ રદ, ટ્રેનો રદ, ‘દિત્વાહ’ ચક્રવાતને લઈ NDRF-SDRF હાઇ એલર્ટ પર, શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી ચક્રવાત તમિલનાડુ પહોંચશે, ચક્રવાતની અસરથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, તમિલનાડુના 4 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અપાયું, તમિલનાડુના 5 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું, તમિલનાડુમાં વધારાની NDRF ટીમો તૈનાત કરાઈ, વડોદરાથી NDRFની 5 ટીમને ચેન્નાઈમાં તૈનાત કરવા આવી.

24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.

ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજયમાં અચાનક ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનોની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર દેખાયો