અમદાવાદ, રાજકોટ, ડીસામાં 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, ભુજ, કંડલામાં 37 ડિગ્રી તાપમાન, વડોદરા, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન સુરત, નલિયા, કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આગામી 90 દિવસ હીટવેવ અને ગરમી રહેશે : IMD

IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.

વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ગુજરાતમાં જોવા મળ્યું

વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.

ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે

છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

ગરમી વહેલી શરૂ થવાના સંકેત

માર્ચ શરૂ થવા પહેલાં જ ઉત્તર-પશ્ચિમ ભારત માં તાપમાન ઝડપથી વધવા લાગ્યું છે, જેના કારણે લોકોને એપ્રિલ જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આ વિસ્તારમાં આવેલા ઘણા રાજ્યો જેમ કે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 3-5 ડિગ્રી વધુ છે.


આ પણ વાંચો : US-Israel-Iran War live : ઈઝરાયેલનો દાવો, 4 દિવસમાં ઈરાનના 300 મિસાઈલ લોન્ચર નષ્ટ


  • Follow us on: