29મીએ કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે, 30મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી વરસાદની કરવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં પડી શકે છે વરસાદ, સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે
આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી
૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. દરમિયાન, 28 માર્ચ, 2.26ની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજકોટમાં કાળઝાળ ગરમીમાં વધારો, ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોચ્યો