ઊંઝા APMC સર્કલ પર પસાર થતા સ્ટેટ હાઇવે SH-41 નવીન બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. થોડા ઝરમર વરસાદમાં બ્રીજ પર ગાબડું પડતા હલકી ગુણવત્તાના કામકાજનો પૂર્વ નગરસેવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓવર બ્રિઝ પરથી અનેક મોટા વાહનો પસાર થતા હોય છે. પૂર્વ નગરસેવકે તાત્કાલિક સમારકામ કરી જવાબદારો સામે પગલા ભરવા મુખ્ય સચિવને પત્ર લખી માંગ કરી છે..


નવીન બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી

સ્ટેટ હાઇવે SH-41 નવીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. બ્રિજ નીચે ગાબડું પડતા એક સાઈડ વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવી છે. આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થતા હોય છે. બ્રિજમાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પૂર્વ નગરસેવક દ્વારા કરવામાં આવ્યો છે. બ્રિજની નીચેના ભાગમાં સળીયા દેખાતા બ્રિજમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બ્રિજમાં હલકી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચાર કર્યો

નવીન બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. બ્રિજમાં હલકી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રિજની નીચેના ભાગમાં સળીયા દેખાતા બ્રિજમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રિજમાં તાત્કાલિક સમારકામ કરી જવાબદારો સામે પગલા ભરવા મુખ્ય સચિવને પત્ર લખી માંગ કરી છે.


  • Follow us on: