મહેસાણા દુધસાગર ડેરીમાં વાઇસ ચેરમેન પર હુમલાનો આરોપ કરવામાં આવ્યો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલે ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. માણસાના ચરાડા ગામમાંથી 15 હજાર મેટ્રિક ટન એક્સપાયર મિલ્ક પાઉડર ઝડપાયો છે. યોગેશ પટેલે રેડ પાડતા ગામના લોકોએ હોબાળો કર્યો હતો. યોગેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.


[[$googlead]]

વાઈસ ચેરમેન યોગેશ પટેલે ગોડાઉનમાં દરોડા પાડ્યા

[[$alsoread]]

મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હતો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. બોર્ડ મિટિંગમાં પ્રશ્ન પૂછતાં ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. લાફો મારતા ચશ્મા, ચેઇન તૂટી ગયાનો આક્ષેપ સાથે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હતો

ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભાજપના મેન્ડેડ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન.


  • Follow us on: