રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણામાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. મહેસાણામાં 21 લાખ રૂપિયા પડાવનાર નકલી IAS અધિકારી ઝડપાયો છે. અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી નામનો નકલી IAS અધિકારી ઝડપાયો છે. આ નકલી IAS અધિકારીએ વિસનગરના શખ્સને છેતર્યો હતો.


[[$googlead]]

મિત્રના ત્યાં ITના દરોડા પડ્યા છે તેમ કહીને આચરી ઠગાઈ

તમને જણાવી દઈએ કે આ નકલી IASએ ફોન કરીને વિસનગરના શખ્સે કહ્યું હતું કે તમારા મિત્રના ત્યાં ઈન્કમટેક્સ વિભાગની રેડ પાડી છે, તમારા મિત્રના 600 કરોડ રૂપિયા મારી પાસે છે. તેથી પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો. આ પ્રકારનો ફોન કરીને નકલી IAS અધિકારીએ પૈસા પડાવ્યા હતા. ઈન્કમટેક્સની રેડ થતાં આર્થિક તકલીફ છે તેમ કહીને આ નકલી IASએ પૈસા પડાવ્યા હતા. આ નકલી IAS અધિકારી અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ સમગ્ર કેસમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી હવે ઝડપાઈ ગયો છે. આ કેસના અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

[[$alsoread]]

નકલી સોનામાંથી દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ

થોડા દિવસ પહેલા જ સુરતના ઉત્રાણમાં નકલી સોનાનું કારખાનું ઝડપાયું હતું. નકલી સોનામાંથી દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ હતી. વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘરમાં દાગીના બનાવતા હતા. દાગીના બનાવવામાં ફક્ત 23 ટકા સોનું વાપરતા હતા. દાગીના પર હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરતા હતા. પોલીસે વિવેક સોની સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે નકલી સોનાના દાગીના બનાવવાનું મશીન જપ્ત કર્યું હતું.


  • Follow us on: