મહેસાણાના ગીલોસણ સ્થિત યુક્રેન એસ્ટેટમાં આવેલા મે.શિવાન ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બાતમીના આધારે તપાસ કરી હતી.
જેમાં તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના નમૂના લઈ 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા નમૂના સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સોમવારે મહેસાણાના ગીલોસણ નજીક યુક્રેન એસ્ટેટમાં મે. શિવાન ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી ફૂડ એન્ડ ડ્રગની ટીમે શંકાસ્પદ ઘીના 18 નમૂના લઇ સરકારી લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા.રેડ દરમિયાન રૂ.95,95,718નો 16,812 લીટર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.