મહેસાણા હાઇવે પર આવેલ એક ખાનગી શાળાના ગેટ નજીકથી એક વિશાળકાય અજગરે દેખા દીધી હતી.અહીંથી પસાર થતા એક વ્યક્તિની નજર અજગર પર પડતા લોકોને બુમો પાડીને તેની નજીક બોલાવ્યા હતા.તો વન વિભાગ તેમજ મહેસાણાના જીવદયા પ્રેમીઓને જાણ કરતા ટીમો બનાવ સ્થળે પહોંચી હતી.જ્યાં ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરાયો હતો.તો તેને પકડી જંગલ વિસ્તારમા મુક્ત કરવામાં આવ્યો હતો.
વરસાદ બાદ સરીસૃપોના રહેણાંકમા પાણી ઘુસી જતા ખોરાકની શોધમાં તે બહાર દેખા દેતા હોય છે.ત્યારે મહેસાણાના ફ્તેપુરા બાયપાસ પર આવેલ એક ખાનગી શાળાના ગેટ પાસે એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો.આ અંગે એક વ્યક્તિએ એનિમલ સેવીયર્સ ચેરીટેબલ ટ્રસ્ટના હિમાંશુ રાણા તેમજ વન વિભાગના અધિકારીને જાણ કરી હતી.તો હિમાંશુ રાણા,મૌલિક સુતરીયા,નીખીલ નાઈ,કાર્તિક મોહનીય,સંજય ગીધવાની વન વિભાગની ટીમ સાથે બનાવ વાળી જગ્યાએ પહોચ્યા હતા.જ્યાં વિશાળકાય અજગરને પકડવામાં આવ્યો હતો.ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરાયો હતો.તો અજગરને પકડીને જંગલ વિસ્તારમા કુદરતી વાતાવરણમા મુક્ત કરવામાં આવ્યો હતો.










