મહેસાણા જિલ્લામાં 48 કલાક દરમિયાન વાતાવરણમાં સામાન્ય ફેરફર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.


વાતાવરણમાં જોવા મળેલા સામાન્ય ફેરફરના પગલે રાત્રે અને વહેલી સવારે ઠંડક જયારે બપોરે ગરમીથી રહીશો પરેશાન બન્યા હતા. ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત બન્યા હતા. જિલ્લામાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણ પગલે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કેટલાક સ્થળે સપ્તાહ સુધી સામાન્ય વરસાદની પણ શક્યતા સેવાઈ છે. રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન પગલે મહેસાણા જિલ્લામાં પાછલા દિવસો દરમિયાન તેની અસર જોવા મળી હતી. દિવસ દરમિયાન કોઈ સ્થળે વરસાદ નોધાયો ન હતો. પાછલા 48 કલાક દરમિયાન તાપમાનમાં ફેરફર જોવા મળ્યો હતો. જેને લઇ મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોધાયો હતો. જયારે લઘુત્તમ તાપમાન સ્થિર રહેવા પામ્યું હતું. શુક્રવારે દિવસ દરમિયાન વાતાવરણમાં રહેલા ભેજને કારણે બફરો અને ગરમી પણ અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાનનો પારો 24 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.


  • Follow us on: