વિજાપુર તાલુકાના એક ગામની સગીરાને સાત મહિના પૂર્વે વિસનગર તાલુકાના સવાલા ગામનો આરોપી શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 20 વર્ષ સખત કેદ અને રૂ.20,000 દંડ જયારે ભોગ બનનારને રૂ.3 લાખ વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.


વિજાપુર તાલુકાના એક ગામની સગીરાને 25 એપ્રિલ 2025ના રોજ વિસનગર તાલુકાના સવાલા ગામનો આશિષજી નાગરજી ઠાકોર લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેની જાણ પરિવારને થતા લાડોલ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. સદર કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સેશન્સ કોર્ટ જજ એમ.એફ.ખત્રીએ આ કેસના આરોપી આશિષજી નાગરજી ઠાકોરને તકસીરવાન ઠરાવી 20 વર્ષ સખત કેદ અને રૂ.20000 દંડ તો ભોગ બનનારને રૂ.3 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: