મહેસાણાના માર્ગ અને મકાન વિભાગના વિસનગર કચેરીમાં ફરજ બજાવતા ના.કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ 16 ટકા અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો મહેસાણા એ.સી.બી પોલીસ મથકે નોંધાયો હતો.


જેની તપાસ દરમિયાન ગાંધીનગર એ.સી.બી.ની ટીમે મોટી સફ્ળતા મેળવી હતી. જેમાં આરોપી અને તેમની પત્નીના સંયુક્ત બેન્ક લોકર માંથી 88.72 લાખના દાગીના મળી આવ્યા હતા.

મહેસાણા એ.સી.બી. પોલીસે માર્ગ અને મકાન વિભાગ તરફ્ થી એક અરજદારની અરજી આધારે પ્રાથમિક તપાસ કરતા મહેસાણા માર્ગ અને મકાન વિભાગ મહેસાણાના પેટા વિભાગ વિસનગર કચેરી ખાતે ફરજ બજાવતા ના.કાર્યપાલક ઈજનેર દિલીપ રતિલાલ પટેલના સામે તેમની મૂળ આવક કરતા 16 ટકા એટલે કે 37.05 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલ્કત મામલે ગુનો રજિસ્ટર કર્યો હતો. જોકે ફરિયાદ બાદ આ તપાસ ગાંધીનગર સોંપવામાં આવી હતી. જેમાં ગાંધીનગર છઝ્રમ્એ આરોપી દિલીપ પટેલ અને તેમની પત્નીના નામે ધી મહેસાણા અર્બન કો.ઓ.બેન્ક ખાતે આવેલ સંયુક્ત લોકરમાં તપાસ કરતા લોકરમાંથી 762.380 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 88,72,38ની કિંમતના દાગીના મળી આવ્યા હતા. જેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

  • Follow us on: