મહેસાણાના તોરણવાડી ચોક થી રંજનના ઢાળમાં એક ટેમ્પો ચાલકે આધેડને ટાયર નીચે ફ્સાવી ઢસળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણામાં ટેમ્પોની ટકકરે અજાણ્યા આધેડ વ્યક્તિના મોત મામલે નોંધાયેલ ફરીયાદ મુજબ મહેસાણાના રાધનપુર ટોડ પર અરુષ આઇકોન ફ્લેટમાં રહેતા અતુલભાઈ બારોટ પોતાનું મોપેડ લઈને મહેસાણા તોરણવાડી ચોક પાસે થી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે એક સફેદ કરલના છોટાહાથી જેવો ટેમ્પો તેમની સામે થી આવતો હતો. જે ટેમ્પોના ડ્રાઈવર સાઈડના આગળના ટાયરમાં નીચે કોઈ વ્યક્તિ ફ્સાઈને ઢસડાતું હોવાનું તેમને જોવા મળ્યું હતું. જેથી તેમને ટેમ્પો ચાલકને ટેમ્પો ઉભો રાખવાનું કહેતા તેને ટેમ્પો ઉભો રાખ્યો ન હતો. જેથી તેમને તેને પીછો કરી ટેમ્પો ઉભો રખાવતા નીચે જોતા એક આધેડ વયનો વ્યક્તિ તે ટેમ્પોના નીચે ટાયરમાં ફ્સાઈને ઢસળતા માથે અને શરીરે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હતો. જેથી તેમને 100 નમ્બર પર કોલ કરી પોલીસને જાણ કરતા પોલીસ કાફ્લો અને અમયુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બનાવને લઈ રસ્તા પર લોકોના ભારે ટોળા ભેગા થયા હતા.










