રર, નવેમ્બરે શનિવારે વડનગર ખાતે તાનારીરીની યાદગીરીમાં યોજાયેલા તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયીકા કલાપિની કોમકલી, શાસ્ત્રીય સિતાર વાદક નિલાદ્રી કુમાર અને લોકકલા ઈશાની દવે સહિતના કલાકારોએ શ્રોતાઓને ડોલાવી દીધા હતા. વડનગર ખાતે તાનારીરી મહોત્સવની શનિવાર અને રવિવારના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે. વડનગરની નાગર કન્યાઓ તાના-રીરીએ ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને આત્મસાત કર્યા હતા.


સંગીતજ્ઞોની દુનિયામાં આજે પણ તેમનાં નામ આદરથી લેવામાં આવે છે. અકબરના દરબારના નવ રત્નોમાંના એક એવા સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગ ગાયો હતો. જેનાથી તેના શરીરમાં દાહ પ્રગટયો હતો. જેથી તાના-રીરી બન્ને બહેનોએ મલ્હાર રાગ ગાઈ તાનશેનનો દાહ શાંત કર્યો હતો. આ બન્ને બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે કલાધારકોના સંગીતે વડનગરમાં શ્રોતાઓને ડોલાવી દીધા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તાનારીરી એવોર્ડ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો.


  • Follow us on: