મહેસાણા શહેરમાં તોરણવાળી માતાનો ચોક, રાધનપુર રોડ, મોઢેરા રોડ, ડેરી રોડ, જેલ રોડ, કસ્બા અને હૈદરી ચોક વિસ્તારોમાં રાખડીઓની હાટડીઓ મંડાઈ છે.
આગામી 9, ઓગસ્ટ રક્ષાબંધન પર્વ હોવાના કારણે રાખડીઓની ખરીદી કરવા માટે યુવતીઓ અને મહિલાઓ ઉત્સાહિત છે. શહેરમાં ચોતરફ રાખડીઓની ખરીદી કરવા ભીડ દેખાઈ રહી છે. રાખડી બજારમાં તેજીનો માહોલ છવાયો છે. આ વર્ષે સુખડ, રુદ્રાક્ષ અને ચાંદીની રાખડીઓની માંગ વધુ છે. માત્ર રૂ.5 થી માંડી રૂ.1,000 સુધીની રાખડીઓ વેચાઈ રહી છે. મહિલાઓ ભાઈ માટે રાખડીઓ ખરીદવા માટે ઉમટી રહી છે.










