દિવાળીના તહેવાર દરમિયાન મહેસાણા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે અને અદ્ભૂત રોશનીથી શણગારવાની તૈયારીઓ થઈ રહી છે.


શહેરના રસ્તાઓ અને મુખ્ય મુખ્ય ઈમારતોને સાફ-સ્વચ્છ અને રોશનીથી શણગારવામાં આવશે. મહેસાણા શહેરના છ મુખ્ય સ્થળોએ આકર્ષક લાઈટીંગ કરવાનું પુરજોમાં તૈયારી ચાલી રહી છે. મહેસાણા મહાનગર પાલિકા દ્વારા દિવાળી દરમિયાન શહેરને રોશનીથી ઝળહળતું બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા શહેરના સર્કલ અને પોઈન્ટ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારો સુધી ઝગમગતા રહેશે. મોઢેરા રોડ, ટાઉનહોલ પાસે રસ્તાની બે સાઈડ રંગબેરંગી છત્રી અને રોશનીથી સુશોભન કરાશે.


  • Follow us on: