તહેવારોની મોસમમાં જ મહેસાણાના લોકોને ગેસના ધાંધિયાનો સામનો કરવો પડ્યો છે. ભારત ગેસના ગ્રાહકોને ગેસના બાટલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ એજન્સી પર સ્ટોક ન હોવાને કારણે ગ્રાહકોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

ગેસની ઓફિસ બહાર લાંબી કતારો અને રોષ

ગેસનો બાટલો લેવા માટે ભારત ગેસની ઓફિસ બહાર સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી. પરંતુ, લાંબો સમય રાહ જોયા બાદ પણ તેમને ગેસ મળ્યો ન હતો. ઓફિસની બહાર "સ્ટોક નથી" તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોને ભારે નિરાશા થઇ. તહેવારોમાં ઘરકામ અને રસોઈ માટે ગેસ અત્યંત જરૂરી હોવાથી, આ પરિસ્થિતિએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

[[$alsoread]]

તહેવારોમાં ગેસના ધાંધિયાથી લોકો પરેશાન

સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ગેસની માંગ વધુ હોય છે, ત્યારે એજન્સી દ્વારા પૂરતો સ્ટોક રાખવામાં આવે તેવી અપેક્ષા હોય છે. પરંતુ મહેસાણામાં આનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી. લોકોનો આક્ષેપ છે કે, ગેસ એજન્સીની બેદરકારીને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને લોકોને સમયસર ગેસ મળી રહે તેવી માંગણી કરવામાં આવી છે.


  • Follow us on: