મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે મતદાન આજે યોજાનાર છે. 15 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. આજે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે મતદાન યોજાશે. અર્બન બેંકમાં રાજકારણના ગરમાવા વચ્ચે મતદાન યોજાશે. અર્બન બેંકની કુલ 57 બ્રાન્ચ વિસ્તારમાં મતદાન થશે. ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન યોજાશે.


[[$googlead]]

મહેસાણા અર્બન બેંકની ચૂંટણી

[[$alsoread]]

અર્બન બેન્કના કુલ 107762 મતદારો મતદાન કરશે. જેમાં છ જનરલ બેઠક, એક એસસી-એસટી અને એક મહિલા બેઠક માટે 26 ઉમેદવારોનું ભાવિ આ ચૂંટણીમાં નક્કી થશે. અર્બન બેંકની ચૂંટણી પછી મહેસાણા જીઆઈડીસી હોલમાં સોમવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન

પરંતુ મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ કાયદા પ્રમાણે સત્તાવાર પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા મુજબ પરિણામ સીટ દિલ્હી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ વિભાગ (સહકાર)માં જશે અને ત્યાંથી એપ્રૂઅલ આવ્યા પછી સત્તાવાર પરિણામ જાહેર થશે. આ ચૂંટણી 57 બ્રાન્ચના 150 મતદાન બુથો પર મતદાન યોજાશે.


  • Follow us on: