અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, બાળકી પાવનસીટીમાં હતી અને ઘરની બહાર હતી તે દરમિયાન શ્વાને અચાનક આવીને હુમલો કર્યો હતો, બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, હડકાયા શ્વાનના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે.
મોડાસામાં બાળકી પર હડકાયા શ્વાનનો હુમલો
મોડાસામાં અગાઉ પણ રખડતા શ્વાનના હુમલાની ઘટના બની છે જેમાં શ્વાને બચકા ભરતા બાળકી ઈજાગ્રસ્ત થઈ છે, બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, હડકાયું શ્વાન નાના બાળકો પર સૌથી વધારે હુમલો કરે છે જેના કારણે ઈજા પણ વધુ પહોંચે છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોડાસા નગરપાલિકામાં રખડતા શ્વાનને લઈ અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા નિરાકરણ આવતું નથી અને નગરપાલિકાના ટીમ રખડતા શ્વાનને ઝડપવામાં નિષ્ફળ નીવડી છે.+
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)










