મોડાસા તાલુકાના મુલોજ ગામે કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડ ઉછેરવામાં આવ્યા હતા.


આ અંગે બાતમી મળતાં અરવલ્લી એસઓજી અને ટીંટોઈ પોલીસે છાપો માર્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં આવ્યુ હતું. જ્યારે જમીન ગીરો રાખી ગાંજાનું વાવેતર કરનાર શખ્સને ઝડપી લઈ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુલોજ ગામે જમીન ગીરો રાખનાર માલપુરના નાથાવાસના આલમ પાંડોરે કપાસની વાવેતરની વચ્ચે ગાંજાના છોડનો ઉછેર કર્યો હતો. આરોપી બે મહિના અગાઉ નાથાવાસ ગામે મહાદેવ મંદિરે દર્શન કરવા ગયો હતો તે સમયે એક મહારાજ પણ દર્શન કરવા આવેલા હતા અને બીજ આપ્યા હતા. આ બીજ તેણે ખેતરમાં કપાસના વાવેતર વચ્ચે વાવ્યા હતા.


  • Follow us on: