મોડાસા શહેરમાં વહેલી સવારે પેટ્રોલીંગ કરતી S.O.G. ની ટીમે અમદાવાદ શહેર નરોડા વિસ્તારના ખુંખાર આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


રૂપેન્દ્રસિંહ સુર ડોક્ટરની હત્યા કરી લુંટના ગુન્હામાં 14 વર્ષની સજા ભોગવ્યા પછી પણ ચોરી-લુંટના ગુન્હાને અંજામ આપાવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.મુંબઈનો સાગરિત શશપાલ કલાની ફરાર થઈ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.અમદાવાદ નરોડાના આશિર્વાદ એવન્યુમાં રહેતો રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસીંગ સૂર તેના મુંબઈના થાણેમાં રહેતા સાગરિત શશપાલ તારાસિંગ કલાની સાથે ગુરૂવારની રાત્રે મોડાસા શહેરમાં આવેલી અલહાયત સોસાયટીમાં યાસીનખાન પઠાણના ઘરે ત્રાટકી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી વધુ કોઇ ઘર કે દુકાનને નિશાન બનાવવા વહેલી સવારે કોલેજ રોડ પર લોકોને શંકાસ્પદ હાલતમાં જોવા મળતા રૂપેન્દ્રસિંહ સુરને ઘેરી લીધો હતો લોકોના ટોળેટોળા ઉમટયા હતા. રૂપેન્દ્રસિંહ સુર પાસેથી ચોરી-લૂંટ કરવા માટેના હથિયાર અને સોનાના દાગીના અને પાણીની બોટલ,સીસીટીવી કેમેરા ઢાંકવા કાપડના ટૂકડા અને બુકાની માટે કપડાં મળી આવ્યા હતા


  • Follow us on: