પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા હતાં. અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળામાં તંત્ર દ્વારા દબાણો દૂર કરી દેવાયા હતાં. ત્યાં રહેતા ગેરકાયદે લોકોને હાંકી કાઢીને જગ્યા ખુલ્લી કરી દેવાઈ હતી. ત્યારે અમદાવાદમાં વર્ષો બાદ ચંડોળા તળાવની રોનક ફરી પાછી આવી છે.ગેરકાયદે બાંધકામો હટાવ્યા બાદ ચંડોળાનું તળાવ છલકાયું છે.
વર્ષો બાદ અમદાવાદનું ચંડોળા તળાવ છલકાયું
ચંડોળામાં તળાવની આસપાસ ગેરકાયદે ઉભી થયેલી વસાહતોને કારણે તળાવ સુકાઈ ગયું હતું. તંત્ર દ્વારા તળાવની ફરતે ઉભા થયેલા ગેરકાયદે બાંધકામોને તોડી નંખાયા બાદ ચંડોળા તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી. હવે ચોમાસાની સિઝન જામી છે. જેથી તંત્ર દ્વારા વર્ષોથી સુકાઈ ગયેલા ચંડોળા તળાવને ફરીથી ભરવામાં આવ્યું છે. તળાવમાં ગેરકાયદે બાંધકામો દૂર થયા બાદ જળસંચય વધ્યો છે. હાલમાં તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો છે.
AMC દ્વારા ચંડોળા તળાવની સફાઈ કરાઇ હતી
અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામો હટ્યા બાદ તળાવ ફરી જીવંત થયું છે. તળાવે પોતાની જુની ઓળખ પાછી મેળવી છે. હાલના વરસાદમાં ચંડોળા તળાવ સંપૂર્ણ રીતે છલકાઈ ગયું છે. વર્ષોથી સુકાઈ ગયેલું તળાવ ફરી ભરાઈ ગયું છે. AMC અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી તળાવની સફાઈ સફળ સાબિત થઈ છે. ચંડોળા તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો છે. તળાવમાં પક્ષીઓ પણ આવી ગયાં છે. પાણી ઊંડુ હોવાથી તંત્ર દ્વારા આગળ નહીં જવા નોટીસ બોર્ડ પણ લગાવ્યા છે.









