અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બુદ્ધિનું દેવાળું ફુક્યું હોય તેવા નિર્ણય કરી રહ્યું છે. ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં 167 કરોડનાં ખર્ચે પશ્ચિમ ઝોનમાં 3 વાઇટ ટોપીંગ રોડ બનાવવા ટેન્ડર લાવવામાં આવ્યા છે. જેને લઇને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, મહાનગર પાલિકાનાં સત્તાધીશો દ્વારા પહેલા અગાઉ જે વાયદા કર્યા હતા. દરેક વોર્ડમાં 2 વાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવે તે હજી પૂર્ણ થયા નથી. ચોમાસામાં સારા ડામરનાં રોડ આપી શકતી નથી અને વાઈટ ટોપિંગ બનાવવાના વાયદા કરી રહ્યા છે.
AMC ચોમાસામાં બનાવશે વ્હાઇટ ટોપિંગ રોડ
AMCની હદ તો ત્યારે થાય છે કે, એક જ કંપનીને શ્રીજી ઇન્ફ્રાસ્પેસને 27 થી 31 ટકા ભાવ વધારા સાથે કામ આપવામાં આવ્યા છે. એટલે કે ખર્ચનો અંદાજ 129 કરોડનો થાય છે. જેની સામે 167 કરોડનાં ટેન્ડર આપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે હવે વિવાદ થયો છે. અમદાવાદ મનપાના અણઘડ નિર્ણયથી વિવાદ સર્જાયો છે. AMC ચોમાસામાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની છે. પશ્ચિમ ઝોનમાં 3 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના જુના કામો હજુ અધૂરા છે. અને નવા કામો હાથ ધરવામાં આવ્યા છે. નવા કામો માટે ટેન્ડર બહાર પાડવાની કવાયત શરુ કરાઇ છે.
વિપક્ષ દ્વારા કરાયો હોબાળો
રકમ કરતા 31 ટકાથી વધુના ભાવે કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે. અને કોન્ટ્રાક્ટરોને લ્હાણી આપવાનું બંધ કરવા જણાવ્યુ છે. શહેઝાદ ખાને કહ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટરો AMCને લૂંટી રહ્યા છે. મનપામાં રોડ કમિટીની બેઠકમાં ત્રણ રોડના 167 કરોડના કામો એક જ કોન્ટ્રાક્ટરને આપવા દરખાસ્ત કરાઈ છે. અંદાજીત રકમ કરતા 31 ટકાથી વધુના ભાવે કામો આપવા દરખાસ્ત મુકાઈ છે. શહેઝાદ ખાને બે વર્ષમાં 50 વ્હાઇટ ટોપિંગ રોડના કામ પુરા થયા નથી. અને ચોમાસામાં કોર્પોરેશન વ્હાઇટ ટોપિંગ રોડના કામ આપવામાં આવી રહ્યા છે.