હવામાન વિભાગે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સવારથી વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, સરખેજ, વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, શેલા, એસ.પી.રિંગ રોડ પર પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ તેમની તેમજ છે.
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
અમદાવાદમાં ઠેર ટેર વરસાદી પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. અમદાવાદનો ઓઢવ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, ઓઢવ ફાયર સ્ટેશન પાસે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વર્ષોથી ઓઢવમાં પાણી ભરાવાની સમસ્યા રહી છે, અનેક રજૂઆતો કરવા છત્તા પાણી ભરાવાની સમસ્યા તેમની તેમજ છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાણી ભરાયા છે, નવી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર હોવાની વાત સામે આવી છે, બે મહિના પહેલા નાખી હતી નવી ડ્રેનેજ લાઈન અને શહેરમાં ભારે વરસાદથી ખોખરામાં પાણી ભરાયા છે, લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થયું છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા છે, ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે, પાણી ભરાતા લોકોના વાહનો ખોટકાયા છે અને વાહનો બગડતા લોકો ધક્કો મારવા મજબૂર બન્યા છે, રસ્તા પર ટ્રાફિક જામથી લોકોને હાલાકી પડી રહી છે.









