ગુજરાત રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય થયો છે અને છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.34 ઇંચ જેટલો નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


[[$googlead]]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. ડોલવણ બાદ પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, અને સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેઠમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે.

[[$alsoread]]

અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ

ઉપરોક્ત તાલુકાઓ ઉપરાંત, અન્ય ઘણા વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના માંડવીમાં 2.87 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.48 ઇંચ, આણંદમાં 2.28 ઇંચ, સુરતના બારડોલીમાં 2.28 ઇંચ, સુરત મહુવામાં 2 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.85 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.77 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. આ સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને કૃષિ ક્ષેત્રે સારા પાકની આશા જાગી છે.



  • Follow us on: