અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવમાં વરસાદ વરસ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મંદિરમાં જતી વખતે મહિલાઓ પાણી અટવાઈ છે. ગટર બ્લોક હોવાથી પાણીનો નિકાલ ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


[[$googlead]]

અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી છે. સોલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો એરપોર્ટ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. એરપોર્ટ રોડ, કુબેરનગર, ITI પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાને પગલે અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો અને લોકોની સલામતીના ભાગરુપે અંડરપાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

ચાણક્યુપુરીનો મુખ્ય માર્ગ અને ટીપી રોડ પાણીમાં

ત્યારે અમદાવાદના ચાણક્યપુરીમાં પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા અન્ય વિસ્તારો જેવી જ છે. ચાણક્યુપુરીનો મુખ્ય માર્ગ અને ટીપી રોડ પાણીમાં ગરકાવ થયો છે. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેટર ગટરના ઢાંકણા ખોલી જતા રહે છે, થોડા સમય પહેલા અહીં નવી ડ્રેનેજ લાઈન નાખી છે તો પણ સ્થિતિ એવીને એવી જ જોવા મળી રહી છે. છેલ્લા 7થી 8 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. દિવાલના ભરોસે ચાલવા લોકો મજબૂર છે. ત્યારે સ્ટ્રીટ લાઈટના કેબલમાં શોર્ટ લાગશે તો જવાબદાર કોણ રહેશે?

થલતેજ સર્વિસ રોડ પર નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો

સામાન્ય વરસાદમાં અમદાવાદનો SG હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે. થલતેજ સર્વિસ રોડ પર નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના નિકાલ માટે NHAI અને AMCની ટીમ એકબીજાને ખો આપી રહી છે. સર્વિસ રોડની જવાબદારી AMCની અએ હાઈવેની NHAIની છે પણ બંને વિભાગની બેદરકારીના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. બીજી તરફ શહેરના મીઠાખળી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. રીક્ષા પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા થઈ છે. રીક્ષા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

  • Follow us on: