[[$googlead]]
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના દરિયા કિનારે ભારે કરંટ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શોર ટ્રફ, લો પ્રેશર,મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ ગુજરાતના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: